બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે કવચ કેન્દ્ર અંતર્ગત સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ તા.11
બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢના કવચ કેન્દ્ર (Cybersecurity Awareness and Creative Handholding Kendra) અંતર્ગત આચાર્ય ડો. જે. આર. વાંઝા સાહેબના પ્રેરણારૂપી માર્ગદર્શનથી તા:11/07/2026ના રોજ વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા અંગે જાગૃત્તિ લાવવાના હેતુથી સાયબર સુરક્ષા જાગૃત્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશન, જૂનાગઢના પી.એસ.આઈ આર. આર. બ્લોચ, શિલ્પાબેન તથા નિલેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડી, સોશિયલ મીડિયા સુરક્ષા, OTP અને બેંકિંગ ફ્રોડ, ડિજિટલ ધરપકડ (Digital Arrest) જેવી સાયબર ગુનાઓથી બચવાના અસરકારક ઉપાયો વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું. વક્તાઓએ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા, અજાણ્યા વ્યક્તિઓ સાથે વ્યક્તિગત માહિતી શેર ન કરવા, મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવા તેમજ કોઈપણ શંકાસ્પદ ઓનલાઈન પ્રવૃત્તિ જણાય તો તરત જ 1930 સાયબર હેલ્પલાઇન અથવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા હતા, જેના સંતોષકારક જવાબો પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે અત્યંત માહિતીપ્રદ અને ઉપયોગી સાબિત થયો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ડો. દિનાબેન લોઢીયા ઉપસ્થિત રહ્યા હતા, કવચ કેન્દ્રના સંયોજક ડો. જિજ્ઞેશ કાયા, તથા સમગ્ર કવચ કેન્દ્રની ટીમે આયોજનની જવાબદારી નિભાવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોનો ડો. ભરત બી. રાઠોડ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા પ્રત્યે સતત જાગૃત રહેવાનો સંદેશ આપવામાં આવ્યો.



