માંગરોળમાં મકાનમાંથી કતલખાનું ઝડપાયું : આરોપી રફૂચક્કર

છ ગૌવંશના પગ, ૪૦ કિલો માસ, કોયતા, છ છરી અને છ બાંધેલા પાડા ઝડપાયા

માંગરોળમાં મકાનમાંથી કતલખાનું ઝડપાયું : આરોપી રફૂચક્કર

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૪
માંગરોળ પોલીસે ખાટકી વાડના નાકે મકાનમાં દરોડો પાડી કતલખાનું ઝડપી લીધું હતું. સ્થળ પરથી ગૌ વંશના કપાયેલા પગ, ૪૦ કિલો માસ, છરીઓ અને કોયતા તથા બાંધેલી હાલતમાં છ પાડા મળી આવ્યા હતા. ૮ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જોકે આરોપી હાથ આવ્યો ન હતો. પોલીસે ગુજરાત પ્રાણી સરક્ષણ અધિનિયમન હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. માંગરોળમાં નવાપરા રોડ પર ખાટકી વાડના નાકે રહેણાક મકાનમાંથી જ કતલખાનુ ઝડપાયું હતું. પોલીસે હનીફ આમદ શેખના મકાનમાં દરોડો પાડયો તે સમયે છ ગોવંશના ખરી સાથેના કપાયેલા પગ, ૪૦ કિલો માસ, ૨ કોયતા, ૬ છરી, અને છ માસની ઉંમરના ર્નિદયતાથી દોરડાથી બાંધેલા છ પાડા ઝડપી લીધા હતા. કુલ ૮ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે દરોડા દરમ્યાન  હનીફ શેખ હાથ ન આવતા પોલીસે તેને ઝડપી લેવા વધુ કાર્યવાહી પી.આઈ હુંબલે હાથ ધરી છે.