મેંદરડા તાલુકાનાં ડેડકીયાળી ગામે પાંચ વર્ષની બાળકીનો ભોગ લેનાર દીપડી પાંજરે પુરાઈ

મેંદરડા તાલુકાનાં ડેડકીયાળી ગામે પાંચ વર્ષની બાળકીનો ભોગ લેનાર દીપડી પાંજરે પુરાઈ

જૂનાગઢ તા. રપ
જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા તાલુકાનાં ડેડકીયાળી ગામે બે દિવસ પહેલા ઘરના ફળીયામાં રમી રહેલી પાંચ વર્ષની માસુમ બાળકી પ્રિસા અશોકભાઈ સોલંકી પર અચાનક ત્રાટકીને દીપડી તેને ઉઠાવી ગઈ હતી. થોભણભાઈ કોરાટની વાડીમાં ભાગીયુ રાખીને કામ કરતા પરીવારની દીકરી પ્રિસા (ઉ.વ. પ) ફળીયામાં રમતી હતી ત્યાં જ તેને દીપડી ઉઠાવી ગઈ હતી. અને બે કલાકની ભારે શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અરેરાટી ભર્યા બનાવનાં પગલે ભયનો માહોલ ઉઠવા પામ્યો હતો. દરમ્યાન પાંચ વર્ષની બાળકીનો ભોગ લેનાર દીપડીને પાંજરે પુરવા માટે વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને પાંજરા મુકવામાં આવ્યા હતાં. દરમ્યાન મળતી વિગત અનુસાર બાળકીનો ભોગ લેનાર દીપડીને પાંજરે પુરવામાં સફળતા મળી છે. અને તેને લઈને રાહતની લાગણી વ્યાપી ગઈ છે.