શાંતિને દરેક તક અપાશે : માર્કો રૂબિયો
(એજન્સી) નવી દિલ્હી તા.26:
હાલ ભારતની મુલાકાતે રહેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ હોર્મુઝ જળમાર્ગમાં ઈરાની બોટ, મિસાઈલ મથક પરના હુમલા પર પ્રતિભાવ આપતા કહ્યું કે શાંતિને દરેક તક અપાશે. દિલ્હીથી જયપુર પહોંચેલા રૂબીયોએ જણાવ્યું કે દોહામાં વાતચીત ચાલુ છે અને તેમાં કેટલી પ્રગતિ થશે તે જોઈએ છીએ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઈરાન સાથે સમજુતી કરવા આતુર છે. તેઓ સારી સમજુતી અથવા સમજુતી જ નહી તે મુદે સ્પષ્ટ છે. દરેક વખતે એક યા બીજા તરફથી મોટો હુમલો થાય છે. હવે આ યુદ્ધ બીજા વિશ્વયુદ્ધ કરતા પણ લાંબુ ચાલ્યુ છે અને તેનો અંત આવે તે જરૂરી છે. માર્ક રૂબીયો દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા અને બન્ને નેતાઓએ ઈરાન સહિતના મુદે ચર્ચા કરી હતી.


