સતત બીજી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર નહી : રેપોરેટ પ.રપ ટકા યથાવત

સતત બીજી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર નહી : રેપોરેટ પ.રપ ટકા યથાવત

મુંબઈ તા. ૮ :
ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી દ્વારા આજે નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી છે. આ બેઠકમાં કમિટીએ સર્વાનુમતે મુખ્ય પોલિસી રેટ એટલે કે રેપો રેટને ૫.૨૫ ટકાપર સ્થિર રાખવાનો ર્નિણય લીધો છે. ફેબ્રુઆરી મહિનાની પોલિસી બાદ આ સતત બીજી વખત છે જ્યારે રીઝર્વ બેંકએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ ર્નિણયની સાથે એસડીએફ  રેટ ૫ ટકા અને એમએસએફ  રેટ ૫.૫ ટકા પર યથાવત રાખવામાં આવ્યા છે.
આ પોલિસી ર્નિણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ છઠ્ઠા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે. જાેકે બે અઠવાડિયા માટે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ તેની અસર વૈશ્વિક અર્થતંત્ર પર વર્તાઈ રહી છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે ભારતીય અર્થતંત્રના પાયા મજબૂત છે, જે તેને બાહ્ય આંચકાઓ સામે ટકી રહેવાની શક્તિ આપે છે. તેમણે ચેતવણી આપી હતી કે જાે સપ્લાય ચેઈન પુન:સ્થાપિત કરવામાં વિલંબ થશે, તો પ્રારંભિક સપ્લાય શોક ભવિષ્યમાં ડિમાન્ડ શોકમાં ફેરવાઈ શકે છે.