સાવજ એપ્લીકેશનને રાષ્ટ્રીય સ્તરે સ્કોચ એવોર્ડ પ્રાપ્ત થયો

સાવજ એપ્લીકેશનને રાષ્ટ્રીય સ્તરે સ્કોચ એવોર્ડ પ્રાપ્ત થયો

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૭
જૂનાગઢ પોલીસ દ્વારા કાર્યરત સાવજ એપ્લીકેશનને રાષ્ટ્રીય સ્તરે સ્કોચ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢ રેન્જ હેઠળના જીલ્લાઓ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી SAVAJ એપ્લિકેશન બનાવવામાં આવેલ છે. જેમાં આવા વારંવાર ગુન્હાઓ કરવાની ટેવવાળા અપરાધીઓ તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓનો ડેટાબેઝ જાળવી રાખે છે. ડેટાબેઝમાં રેકર્ડના રૂપમાં તમામ ગુનેગારોની અગાઉ આચરેલ ગુન્હાઓની માહિતી છે. તેમના ગુનાના સ્થળો અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સૂચિબદ્ધ કરવામાં આવી છે. અને આવા આરોપીઓના ગુન્હા-સ્થાનોનું મેપીંગ કરવામાં આવ્યું છે. જેથી દરેક પોલીસ કર્મચારીઓ કે જેઓ ચોક્કસ અધિકારક્ષેત્રમાં ફરજ બજાવતા નથી અને સ્થાનિક પોલીસ સાથે કોઈ સંકલન ન હોય તો પણ આવા ગુન્હેગારો આ રેકોર્ડ્ઝા આધારે શોધી અને તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પોલિસને સક્ષમ બનાવે છે તેમજ સંભવિત ગુન્હેગારોની હાજરી અને તેમના વાહનની વિગતોની પોલિસને માહીતી આપે છે. આ ડેટાબેઝ પરના કોઈપણ ગુનેગાર અથવા તેના સાથીદારો દ્વારા કોઈપણ અસામાન્ય પ્રવૃત્તિ કરતા જણાઈ આવે તો તેમના વિરૂદ્ધ એફઆઈઆર, ધરપકડ વગેરેના સ્વરૂપમાં જવાબ આપવા માટે પોલીસને માહીતી આપે છે અને જો છેલ્લા ગુન્હામાં ગેંગના કેટલાક સભ્યોની કોઈ ભૂમિકા હોય તો પણ GUJCTOC કાયદાની જોગવાઈ મુજબ આવી ગેંગના તમામ સભ્યો વિરૂદ્ધ અલગ ગુનો નોંધી શકાય છે. જેમાં કુલ ૩૫૩૫ જેટલા ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા આરોપીનો ડેટાબેઝ તૈયાર કરેલ અને તે આરોપીઓને કુલ ૩૭૦૦૦થી વધુ વખત SAVAJ એપ્લિકેશન દ્વારા ચેક કરવામાં આવેલ છે. તેમજ સંગઠીત ગુન્હઓમાં કુલ ૧૧ ગેંગના કુલ ૮૨ આરોપીઓ વિરૂદ્ધ GUJCTOC કાયદા હેઠળ, ૩૮૦ આરોપીઓ વિરૂદ્ધ PASA હેઠળ તેમજ કુલ ૩૮૨ આરોપીઓ વિરૂદ્ધ તડીપારની કાર્યવાહી કરવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા દ્વારા SAVAJ એપ્લિકેશન રાષ્ટ્રીય સ્તરે રીપ્રેસન્ટ કરવામાં આવેલ જેમાં વારંવાર ગંભીર ગુન્હાઓ કરવાની ટેવવાળા ઈસમો ઉપર સતત સર્વેલન્સ રાખવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી બનાવવામાં આવેલ SAVAJ એપ્લિકેશનને રાષ્ટ્રીય સ્તરે SKOCH Award-૨૦૨૫ પ્રાપ્ત થયેલ છે.