૧૦ વર્ષ બાદ ભારત ખાંડની આયાત કરશે : સતત વધતા ભાવોને કાબુમાં લેવા કડક સ્ટોક મર્યાદા લાગુ કરાશે

૧૦ વર્ષ બાદ ભારત ખાંડની આયાત કરશે : સતત વધતા ભાવોને કાબુમાં લેવા કડક સ્ટોક મર્યાદા લાગુ કરાશે

(એજન્સી)      નવી દિલ્હી તા.ર૦
ભારતમાં તહેવારો ટાણે જ ખાંડના ભાવ સળગ્યા છે જ્યારે તેને કાબુમાં લેવા માટે એક દાયકા બાદ ફરી ખાંડની આયાત કરવી પડે તેવા સંજોગો ઉભા થયા છે. બીજી તરફ ભાવને નિયંત્રણમાં રાખવા માટે સ્ટોક મર્યાદા વધુ કડક બનાવવામાં આવી છે.
દેશમાં ખાંડના ભાવમાં ગત માર્ચથી સતત વધારો થઇ રહ્યો છે. ઉત્પાદન સામે વપરાશ વધ્યો છે. હવેની તહેવારોની સિઝનમાં વપરાશ વધુ વધવાની સંભાવના છે. મીલોની પાઇપલાઇન ખાલી છે. સ્ટોક ઓછો છે અમુક નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ઉત્પાદનના ખોટા અંદાજના આધારે ૧૫-૨૦ લાખ ટનની નિકાસ છુટ અપાતા આ સ્થિતિ ઉભી થઇ છે.
ઉદ્યોગ સુત્રોના કહેવા પ્રમાણે ભારતમાં છેલ્લે ૨૦૧૬-૧૭ના વર્ષમાં ખાંડની આયાત છુટમાંથી હતી. હવે ૧૦ વર્ષ બાદ ૧૦ લાખ ખાંડની આયાત છુટ મળવાના સંકેત છે. ઝીરો ડ્યુટીથી આ આયાત થશે.