20 જુલાઈથી શરૂ થનારૂ સંસદનું ચોમાસુ સત્ર ભારે ઝંઝાવાતી સાબિત થશે

20 જુલાઈથી શરૂ થનારૂ સંસદનું ચોમાસુ સત્ર ભારે ઝંઝાવાતી સાબિત થશે

(એજન્સી)       નવી દિલ્હી તા.14
આગામી તા.20 જુલાઈથી શરૂ થનાર મોનસૂન સત્ર આ વખતે ભારે ઝંઝાવાતી બનવાની સંભાવના છે, જેમાં સરકાર અને વિપક્ષ વચ્ચે અનેક સમસામયિક મુદ્દા પર જોરદાર ધમાસાન થશે. પશ્ચિમ બંગાળ ચુંટણીમાં મળેલી ઐતિહાસિક જીત બાદ સતારૂઢ ભાજપ અને એનડીએની હિંમત સાતમા આસમાને છે. જો કે વિપક્ષના ભાથામાં પણ આ વખતે સરકારને ઘેરવા અનેક તીર મોજૂદ છે. સરકારે મોનસૂન સત્રમાં વિધાયી એજન્ડાનો હાલ ખુલાસો નથી કર્યો, પરંતુ બંગાળમાં રાજકીય સફળતા અને બીજી બાજુ વિપક્ષોમાં તિરાડો વચ્ચે સતા પક્ષ બે તૃતીયાંશ બહુમતીના સમર્થનમાં લાગ્યો છે.
જેથી તે કોઈ અડચણ વિના પોતાના એજન્ડાનો અમલ કરી શકે. ચોમાસુ સત્રમાં સરકાર પોતાના જૂના અને પેન્ડીંગ વિધેયકોને પસાર કરવાની તૈયારીમાં છે, જે પહેલા વિપક્ષ અને સંખ્યા બળની કમીના કારણે અટકી ગયા હતા.
બીજી બાજુ ભાજપની રાજનીતિક બઢતને અસર વગરની કરવા વિપક્ષે સરકારને દર મોરચે ઘેરવાની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસે ભાજપ શાસીત અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને દિલ્હીના મુખ્યમંત્રી તથા ચાર કેન્દ્રીય મંત્રીઓ સાથે રામ મંદિર ચડાવા ચોરી પર સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે.