જૂનાગઢમાં આધેડને ઉંચુ વળતર આપવાની લાલચ આપી રૂા.૭૧,૮૯,૩પ૩ની છેતરપીંડી
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ર૩
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા આધેડને કંપનીમાં અને ગોલ્ડમાં રોકાણ કરી ઉંચુ વળતર અપાવવાના વિશ્વાસમાં લઈ ડીમેટ એકાઉન્ટમાંથી એગ્રીમેન્ટ થયા પહેલા રૂા.૭૧,૮૯,૩પ૩ ટ્રાન્સફર કરી મેળવી લઈ રૂપિયા કે વળતર નહી ચુકવી છેતરપીંડી કર્યાની બે વિરૂધ્ધ બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર બી ડીવીઝન પોલીસ મથકે પરેશભાઈ મોહનલાલ મેનપરાએ અમરદીપસીંગ બસંતસીંગ ઠાકુર રહે.હૈદરાબાદ અને રાજીવ શર્મા રહે. રાયજીનગર મોતીબાગવાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપીઓએ ફરીયાદીને પોતાની વેટલ કમોડીટીઝ લીમીટેડ કંપનીમાં રોકાણ કરવાનું જણાવી ફરીયાદીએ રોકાણ કરવાનું જણાવી ફરીયાદીએ રોકાણ કરેલ રૂપિયા પરત આપવાની બેન્ક ગેરેન્ટી આપી અને રોકાણ પર માસીક ૪ ટકા લેખે વળતર આપવાની અને રોકાણના રૂપિયા ગોલ્ડમાં રોકાણ કરવાની લાલચ આપી આરોપીઓએ ફરીયાદીના શેરખાન લીમીટેડના એકાઉન્ટમાંથી એગ્રીમેન્ટ થયા પહેલા રૂા.૭૧,૮૯,૩પ૩નું ટ્રાન્ઝેકશન કરી રૂપિયા મેળવી લઈ ફરીયાદીને રૂપિયા કે વળતર ન ચુકવી ફરીયાદી સાથે છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


