તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોગાને યુનોમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો
(એજન્સી) ન્યૂયોર્ક તા.૨૩
તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયિપ એર્દોગાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે કાશ્મીર મુદ્દાનો ઉકેલ વાતચીત દ્વારા આવવો જોઈએ. એર્દોગાન ૨૦૧૯થી દર વર્ષે (૨૦૨૪ સિવાય) ૭ વખત UNમાં કાશ્મીરનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. ભારત અગાઉ પણ આવી ટિપ્પણીઓને નકારી ચૂક્યું છે. એર્દોગાને પેલેસ્ટાઇનના પક્ષમાં પણ ભાષણ આપ્યું હતું. તેમણે ગાઝામાં ઇઝરાયલની કાર્યવાહી પર આકરી ટીકા કરી. આ દરમિયાન ઇઝરાયલના પ્રતિનિધિઓ UN મહાસભા હોલમાંથી બહાર નીકળી ગયા.


