ફોનવાલે વારા મનિષકાકાના જન્મદિવસની ખંભાળિયામાં કરવામાં આવી વિશિષ્ટ ઉજવણી

ફોનવાલે વારા મનિષકાકાના જન્મદિવસની ખંભાળિયામાં કરવામાં આવી વિશિષ્ટ ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.ર
ફોન વાલેના મુખ્ય માલિક અને પરિવારના વડીલ મનિષકાકા પટેલના રવિવારે જન્મદિવસ નિમિત્તે ખંભાળિયામાં વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. મનિષકાકાના જન્મદિવસની ઉજવણીમાં ખંભાળિયા ફોનવાલેના ઓનરના પુત્ર દ્રવ્ય વિકીભાઈ રુઘાણી દ્વારા ગૌસેવા અને જીવદયા માટે એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે ગૌમાતાની સેવા કરી, બળદોને ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું. આ સાથે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે ધર્મશાળા ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર રક્તદાતાઓને પ્રીમિયમ ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ, ખરા અર્થમાં જન્મદિવસની ઉજવણી ત્યારે સાર્થક બને છે જ્યારે આપણી ખુશીમાં બીજાના ચહેરા પર પણ સ્મિત આવે. આ પ્રસંગે મનિષકાકાના નેતૃત્વમાં સફળતાના નવા શિખરો સર કરે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.