“ભાજપના ગુંડાઓ પથ્થરમારો કરી રહ્યા છે” અભીજીત દિપકેના આક્ષેપથી સનસનાટી
નવી દિલ્હી તા.23
દિલ્હીમાં જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન સતત ચાલુ છે. આજે સવારે હજારો લોકો ત્યાં એકઠા થયા હતા. પાર્ટી પ્રમુખ અભિજીત દીપકેએ આરોપ લગાવ્યો કે ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા છે.
દીપકેએ કહ્યું કે જંતર-મંતર પર એક મહિનાથી પ્રદર્શન ચાલી રહ્યું છે, પરંતુ આવી કોઈ ઘટના બની નથી. હવે પથ્થરમારા દ્વારા પ્રદર્શનને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસ પોતે પથ્થરો ભરેલા ટ્રક અહીં લાવી રહી છે.
આ તરફ, ગુરુવારે સવારે જ પાર્ટી પ્રવક્તા આશુતોષે કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન ચાલુ રહેશે. અમે સરકાર સાથે વાતચીત કરવા તૈયાર હતા, પરંતુ સરકારે સમય બગાડ્યો. હવે તેમને વાત કરવી હોય, તો જંતર-મંતર આવવું પડશે.


