વિસાવદર : માનવભક્ષી દિપડાએ હુમલો કરતાં મહિલા ઈજાગ્રસ્ત

108ની ટીમની સમયસર સારવારથી મહિલાનો જીવ બચ્યો

વિસાવદર : માનવભક્ષી દિપડાએ હુમલો કરતાં મહિલા ઈજાગ્રસ્ત

વિસાવદર તા. 22
વિસાવદર 108 એમ્બ્યુલન્સના ઈએમટી કિંજલ બામણીયા અને પાયલોટ યોગેશ મન ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચ્યા હતાં. મહિલા ઘરમાં સુતા હતા અને દીપડાએ ઘરની અંદર આવીને મહિલા પર હુમલો કર્યો ઈએમટી દ્વારા મહિલાની પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું કે, મહિલાને માથાના ભાગે અને શરીરમાં અન્ય જગ્યા પર ગંભીર ઈજાઓ પહોંચેલી હતી. ઈએમટીએ 108 હેડ ઓફિસના ડો. પંકજનો સંપર્ક કર્યો હતો. તેમની સલાહ અને માર્ગદર્શન હેઠળ મહિલાને પ્રાથમિક સારવાર આપી અને વિસાવદર એસડીએચમાં સીફટ કર્યા હતા. વધુ સારવાર માટે ત્યાંના ડોકટરએ 108માં જ જૂનાગઢ સિવિલ રિફર કર્યા હતા.મહિલાનો જીવ બચાવવા બદલ દર્દીના સગા સબંધીઓએ 108ના સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ ઉત્કૃષ્ઠ અને સમયસુચક કામગીરી બદલ જૂનાગઢ જિલ્લા 108ના અધિકારી જયેશગિરી મેઘનાથી અને પ્રોગ્રામ મેનેજર આકાશ દ્વારા પણ એમ્બ્યુલન્સ સ્ટાફની આ સરાહનીય સેવાને બિરદાવવામાં આવી હતી.