શુક્રવારે જન્માષ્ટમી લોકોમાં ભારે ઉત્સાહ
(બ્યુરો) અમદાવાદ,તા.૦૧:
ભગવાન કૃષ્ણના જન્મોત્સવ એવા જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઇને ભક્તોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. શુક્રવારે આઠમની તિથિ અને રોહિણી નક્ષત્રના સંયોગ વચ્ચે કૃષ્ના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. વૈષ્ણવ પરંપરા અને ધર્મશાસ્ત્ર મુજબ જન્માષ્ટમીના દિવસે ભક્તો દિવસભર ઉપવાસ રાખી મધરાતે નિશીયકાળમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરશે. જયારે શનિવારે નંદ મહોત્સવ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.


