સ્ટીલના ભાવો ચાર વર્ષની ટોચે પહોંચ્યા

સ્ટીલના ભાવો ચાર વર્ષની ટોચે પહોંચ્યા

(એજન્સી)  નવી દિલ્હી તા.૨૩:
સ્થાનિક બજારમાં સ્ટીલના ભાવ ચાર વર્ષની ઉચી સપાટીએ પહોંચી ગયા છે. કોકિગ કોલ સહિતના રો મટીરિયલના ભાવ વધતા સ્ટીલનું ઉત્પાદન પણ મોંઘું થતા ભાવ આસમાને પહોંચ્યા છે. ચોમાસા પછીની માંગ નીકળતા ભાવ ઊંચકાયા હોવાનું માર્કેટ રિસર્ચ ફર્મ બિગમિન્ટના રિપોર્ટનું તારણ છે. તેના મતે ઊંચા ભાવ આગામી માર્ચ મહિના સુધી જળવાઈ રહે તેવી પણ સંભાવના છે. વૈશ્વિક સ્તર પર જે બે પ્રકારની ફલેટ સ્ટીલ પ્રોડક્ટ્સ વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે તે હોટ રોલ્ડ કોઈલ (HRC)ના ભાવ ટનદીઠ રૂા.૬૪,૦૦૦ બોલાયા છે અને કોલ્ડ રોલ્ડ કોઈલ (CRC)ના ભાવ રૂા.૭૫,૦૦૦ બોલાયા છે. જૂન-૨૦૨૨ પછીથી આ સૌથી વધુ ભાવ છે.