કેનેડાની યુનિવસિર્ટીમાં ગોળીબારમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની હત્યા
(એજન્સી) ટોરેન્ટો, તા.૨૬
કેનેડાના ટોરેન્ટોમાં યુનિવસિર્ટી કેમપ્સમાં થયેલા ગોળીબારમાં ૨૦ વર્ષના ભારતીય વિદ્યાર્થીનુ મૃત્યુ નિપજયુ હતું. યુનિવસિર્ટી ઓફ ટોરેન્ટો સ્કારબોરો કેમ્પસમાં આ બનાવ બન્યો હતો. પોલીસ અહેવાલ અનુસાર, શિવાંક અવસ્થી પર મંગળવારે હાઈલેન્ડ ક્રીક ટ્રેલ અને ઓલ્ડ કિંગ્સટન રોડ વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ શિવાંકને ગોળી મારી હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા શિવાંકને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો.


