ગુજરાત સરકારની કર્મચારીઓને ભેટ : ૬.૪ર લાખ કર્મચારી-પેન્શર્ન્સને રૂા.૧૦ લાખની કેશલેસ સારવાર
(બ્યુરો) ગાંધીનગર,તા.૨૩
આરોગ્યમંત્રીઋષિકેશ પટેલે જણાવ્યું કે, નવરાત્રીના પહેલા જ નોરતે રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી મુખ્યમંત્રીએ ભેટ આપી છે. આજે દેશમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય - આયુષ્યમાન યોજનાને ૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતમાં રાજ્યના અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(ય્- કેટેગરી) નો શુભારંભ થયો છે.
જેના પગલે રાજ્યના ૬.૪૨ લાખ જેટલા અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને આ યોજના હેઠળ રૂ. ૧૦ લાખની કેશલેસ સારવારનો લાભ મળશે. આ યોજના માટે રાજ્ય
સરકારને ર્વાષિક રૂ. ૩૦૩.૫ કરોડનો ખર્ચ થશે.


