જાે 6 મહિનામાં ગાડી ખરીદનારને ટ્રાન્સફર ન કરાઈ તો વાહનની માલિકી ડીલરની રહેશે : નવા નિયમો આવશે
નવી દિલ્હી તા.28
પેન્ડીંગ ચલણ, એકસીડન્ટ વાળી ગાડી, પોલ્યુશન વિના કે ઈન્સ્યોરન્સ સહિત કોઈ આપરાધિક ગતિવિધિમાં ઉપયોગી ગાડીને વેચવી સરળ નહીં રહે. આ જ રીતે બીએસ-6 ગાડીઓને પીયુસી (પોલ્યુશન અન્ડર કંટ્રોલ) રિન્યુ કરાવવામાં ત્રણ વર્ષની રાહત આપવા જેવા મામલામાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય નવા નિયમ બનાવવા જઈ રહ્યું છે. આ બારામાં મંત્રાલયે ડ્રાફટ નોટિફીકેશન ઈશ્યુ કરી લોકો પાસેથી 30 દિવસમાં વાંધા-સૂચનો માંગ્યા છે. જેથી તેમના માટે નવા નિયમો લાગુ થાય તો તેમને કોઈ પરેશાની ન નડે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખરેખર તો ઘણીવાર ડીલર જે પણ ખરીદનારને ગાડી વેચે છે તેને ઘણીવાર મહિનાઓ સુધી અસલ માલિકને ટ્રાન્સફર નથી કરાવતા, આ સ્થિતિમાં જો નવા ખરીદનારે એ ગાડી ચલાવતી વખતે કોઈ ટ્રાફીક નિયમ તોડયો તો ચલણ અસલ માલિક પાસે પહોંચે છે. એ ગાડીનો ક્રાઈમમાં ઉપયોગ થવાનો પણ ડર રહે છે. આવી તમામ આશંકાઓને ખતમ કરીને નવા નિયમોમાં આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.


