સીજેપીના પ્રદર્શન દરમ્યાન પોલીસ કાર્યવાહી સામે સુપ્રિમ કોર્ટ લાલઘુમ

સીજેપીના પ્રદર્શન દરમ્યાન પોલીસ કાર્યવાહી સામે સુપ્રિમ કોર્ટ લાલઘુમ

નવી દિલ્હી તા.28
સુપ્રીમ કોર્ટમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી સંબંધિત અરજી પર સુનાવણી ચાલુ છે. કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓનું પ્રદર્શન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હતું, જેઓ બંધારણીય મર્યાદામાં પોતાની માગ ઉઠાવી રહ્યા હતા. લોકશાહીમાં આંદોલનો થતા રહેશે, તેથી આવા કિસ્સાઓમાં પોલીસ કાર્યવાહીના સ્પષ્ટ ધોરણો નક્કી થવા જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે જે કોઈએ જરૂરિયાત કરતાં વધુ બળનો ઉપયોગ કર્યો છે, તેની સામે કાયદા મુજબ કાર્યવાહી થશે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહી છે. અરજદારો વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને કહ્યું કે આ મામલો માત્ર દિલ્હીનો જ નહીં, પરંતુ મધ્ય પ્રદેશ, નાગપુર, બિહાર સહિત અનેક રાજ્યોમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન અને પોલીસ કાર્યવાહી સાથે સંબંધિત છે.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ સૂર્યકાંતે કહ્યું કે અરજીઓમાં પેલેટ ગન, ઇલેક્ટ્રિક બેટન, લાઠીચાર્જ, ટિયર ગેસ અને મહિલાઓ તથા પત્રકારો સાથે કથિત મારપીટ જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ આરોપોની સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવશે. CJIએ કહ્યું, "જો જવાબદારી નક્કી નહીં થાય, તો તપાસનો કોઈ અર્થ રહેશે નહીં."
બીજી તરફ, અરજદારો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે જંતર-મંતર પર પોલીસે નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કર્યું નથી. તેમણે સાદા કપડામાં પોલીસકર્મીઓ દ્વારા હિંસા, ઇલેક્ટ્રિક શોકવાળા હથિયારોના ઉપયોગ, મહિલાઓ સાથે દુર્વ્યવહાર અને વરિષ્ઠ અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની માગ પણ ઉઠાવી. રાજ્યસભા સાંસદ મનોજ ઝા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં બિહારના સીવાનમાં પ્રદર્શન દરમિયાન એક પોલીસકર્મીએ એક પ્રદર્શનકારી પર AK-47 તાણી દીધી અને તેનો ઉપયોગ કર્યો.