ગોઢાણીયા કોલેજની વિર્દ્યાથિની બંસી માણેક ઓલ ઇન્ડિયા વેસ્ટ ઝોન આંતર યુનિવસિર્ટી ખો-ખો સ્પર્ધામાં વિજેતા

ગોઢાણીયા કોલેજની વિર્દ્યાથિની બંસી માણેક ઓલ ઇન્ડિયા વેસ્ટ ઝોન આંતર યુનિવસિર્ટી ખો-ખો સ્પર્ધામાં વિજેતા

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.ર૧
જૂનાગઢ સ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવસિર્ટી દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા વેસ્ટ ઝોન આંતર યુનિવસિર્ટી ખો-ખો સ્પર્ધામાં પોરબંદરની ડો. વી.આર. ગોઢાણીયા બી.બી.એ. કોલેજની વિર્દ્યાથિની બંસીબેન માણેકે ઉત્તમ પ્રદર્શન કરી વિજેતા બની છે. હવે તે આગામી દિવસોમાં મધ્યપ્રદેશના રેવા ખાતે યોજાનારી સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે. આ સિદ્ધિ બદલ કોલેજ, પોરબંદર જિલ્લા તથા યુનિવસિર્ટીમાં ગૌરવની લાગણી ફેલાઈ છે. પોરબંદરની શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો. વી.આર. ગોઢાણીયા બી.બી.એ. કોલેજ શિક્ષણ, સંસ્કાર અને શિસ્ત માટે જાણીતી સંસ્થા છે. કોલેજની વિર્દ્યાથિની બંસી માણેકે સ્પોર્ટ્સ ટીચર ડો. ધર્મેશભાઈ મોતીવરસના માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમના સન્માનાર્થે ટ્રસ્ટની ઓફિસ ખાતે અભિનંદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કોલેજના ડાયરેક્ટર ચિત્રાબેન જુંગી એ જણાવ્યું હતું કે ગોઢાણીયા સંકુલના વિદ્યાર્થીઓ દર વર્ષે યુનિવસિર્ટી સ્તરે આગવી ઓળખ ઉભી કરે છે.  
અભ્યાસ ઉપરાંત વિવિધ પ્રવૃત્તિઓ માટે પણ વિદ્યાર્થીઓને યોગ્ય પ્લેટફોર્મ આપવામાં આવે છે. 
ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયાએ બંસી માણેકને ઉષ્માવસ્ત્ર અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે સર્વાંગી વિકાસ માટે રમતગમત સાથે અભ્યાસ પણ જરૂરી છે. દ્રઢ સંકલ્પ અને પરિશ્રમથી વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી શકે છે. ટ્રસ્ટી શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયાએ સંસ્થામાં ઉપલબ્ધ રમતગમતની સુવિધાઓ અંગે માહિતી આપી અને જણાવ્યું કે વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઉત્તમ પ્રદર્શન કરી સંસ્થાનું નામ રોશન કરી રહ્યા છે. આ પ્રસંગે ડો. એ.આર. ભરડાએ પણ વિદ્યાર્થીઓ ને પરિશ્રમ અને ઇચ્છાશક્તિના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સમારોહમાં ડો. કેતનભાઈ શાહ, ડો. અલ્પેશભાઈ કોટેચા, જીવા ભાઈ ખૂંટી, કિરણબેન ખૂંટી, રણમલભાઈ કારાવદરા, કમલેશભાઈ થાનકી સહિત સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અંતમાં ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા તથા અન્ય ટ્રસ્ટીઓએ બંસી માણેકને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.