ગિરનાર કોઈના બાપની જાગીર નથી, સમગ્ર હિન્દૂ સમાજની આસ્થાનું કેન્દ્ર છે

વારે-તહેવારે ગિરનાર ઉપર કબ્જાે જમાવવાની હિન હરકતો કરનારા ચેતી જજાે : ગિરનાર પર થનારૂ કોઈપણ કૃત્ય સાંખી નહીં લેવાય

ગિરનાર કોઈના બાપની જાગીર નથી, સમગ્ર હિન્દૂ સમાજની આસ્થાનું કેન્દ્ર છે

જૂનાગઢ તા.૩૦
કરોડો લોકોના આસ્થાના કેન્દ્ર એવા પવિત્ર ગિરનાર ક્ષેત્રમાં કબ્જાે જમાવવાની થઈ રહેલી હિન હરકતો સામે સમગ્ર હિન્દુ સમાજ લાલઘુમ બની ગયેલ છે અને ગિરનાર ઉપર થતાં ચેડા ખાસ કરીને જૈન સમાજનાં કેટલાક લોકો દ્વારા જે કૃત્ય કરવામાં આવી રહેલ છે તેનો જડબાતોડ જવાબ આપવા સર્વે સનાતનીઓ, સંતો અને હિન્દુ સમાજ સજ્જ છે અને ગમે તેવા પડકારોને પહોંચી વળવાની તૈયારીના ભાગરૂપે સતત જાગૃતિ અને સતર્કતા રાખવામાં આવી રહી છે.  ગિરનાર એ આસ્થાનું કેન્દ્ર છે કોઈના બાપની જાગીર નથી. એટલું જ નહીં ગિરનારનું ધાર્મિક ક્ષેત્ર સમગ્ર હિન્દુ સમાજનું આરાધ્ય સ્થાન છે અને તેના પર થતી કોઈપણ કાકરીચારો સાંખી નહીં લેવાય તેવો નિર્ધાર આજે હિન્દુ સમાજ દ્વારા વ્યક્ત થઈ રહ્યો છે.  છેલ્લા કેટલાક સમયથી જૈન સમાજના વિવિધ સંઘો દ્વારા ચોક્કસ નીતિને લઈને હિન હરકતો થઈ રહી છે.  કયારેક ભગવાન ગુરૂદતાત્રેયના ચરણપાદુકાના ધર્મસ્થાન ઉપર હરકતો, ઓઘડનાથની ટૂંક ઉપર ધ્વજ ચડાવવો, નિર્વાણ લાડુના બહાને ઘર્ષણ થાય તેવા સંજાેગોનું નિર્માણ કરવું અને  ગિરનારમાં આવેલી ધાર્મિક જગ્યાઓને પડાવી લેવા માટે રેકર્ડ સાથે ચેડા કરવા તેમજ હિન્દુ સમાજના દેવી-દેવતા ધર્મસ્થાનોની જગ્યા ઉપર ફેરફારો કરવા, નામ બદલી નાખવા આવી ઘણા સમયથી ચાલી રહેલી હરકતોની સામે હવે હિન્દુ સમાજ ચેતવણી આપે છે કે, ગિરનાર ક્ષેત્ર એ સમગ્ર હિન્દુ સમાજનું આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં કોઈપણ જાતનો કાકરી ચારો કે ગિરનારને હડપવાની કોશીષ કરવામાં આવશે તો સર્વે સનાતનીઓ, સર્વે હિન્દુ સમાજ, સર્વે સંતગણ ચુપ નહીં બેસે અને એક મોટી લડાઈ લડવી પડે તો પણ લડવા સજ્જ બની ગયા છે ત્યારે સંબંધીત તંત્ર દ્વારા પણ ગિરનાર ઉપર જૈન સમાજનાં કેટલાક લોકો દ્વારા જે રીતની હરકતો થઈ રહી છે તેવી હરકતો ન થાય, નિર્વાણ લાડુના બહાને કથીત ઘર્ષણના પ્રયાસોને પણ નિવારવાની લાગણી અને માંગણી ઉઠવા પામી છે. 

ગિરનાર ઉપર નિર્વાણ લાડુ ચડાવવા જૈન સમાજને આહવાન કરતો વિડીયો વાયરલ
‘‘ગિરનાર અમારો હતો, અમારો છે અને અમારો રહેશે ’’: જૈન સમાજની વ્યકિતએ પડકાર ફેંકયો

ગિરનાર ઉપર ધરાર નિર્વાણ લાડુ ચડાવવા માટે જૈન સમાજને આહવાન કરતો એક વિડીયો વાયરલ થયો છે અને જેને લઈને ફરી એકવાર ગિરનાર ઉપર આગામી તા.૧૯, ર૦ મેના ઘર્ષણ થવાની શકયતા સેવાઈ રહી છે. જૈનો માટે સંદેશો પાઠવતા ગિરનાર સ્પેશ્યલ અપડેટ વાયરલ કરવામાં આવેલ છે. આ વિડીયો વાયરલ કરનાર મહાશય સમગ્ર જૈન સમાજને ઉશ્કેરી રહ્યો છે. અને ખાસ કરીને નિર્વાણ લાડુ ચડાવવા માટે હાકલ કરવામાં આવી છે. આ વિડીયોમાં તેણે દર્શાવ્યું છે કે, જૈનો વિરૂધ્ધ જૂનાગઢના મહેશગીરી દ્વારા હિન્દુ સમાજને આંદોલન અને લડી લેવાની પ્રેરણા કરવામાં આવી રહી છે અને ૧૯-ર૦ મેના રોજ આંદોલનનું આહવાન કરવામાં આવેલ છે તેવી વાત વિડીયોના માધ્યમથી રજુ કરી આ મહાશયે જૈનોના તમામ સંઘો, તમામ ફીરકાઓને આહવાન કરતા જણાવેલ છે કે, ગિરનાર ક્ષેત્ર આપણો છે, આપણો જ રહેશે અને નિર્વાણ લાડુ ધરાવીને જ રહેશું અને તેના માટે આગામી તા.૧૯ અને ર૦ મે ના રોજ સમગ્ર જૈન સમાજને ઉમટી પડવા હાંકલ કરવામાં આવી છે. આ વિડીયો વાયરલ થતા જ સમગ્ર હિન્દુ સમાજમાં પણ ભારે રોષની લાગણી ફેલાયી છે અને કોઈપણ ભોગે ગિરનાર ઉપર જૈનોનો કબ્જાે થવા જ નહીં દઈએ અને નિર્વાણ લાડુ પણ ધરાવવા નહીં દઈએ તેવો નિર્ધાર વ્યક્ત કરવામાં આવેલ છે. નિર્વાણ લાડુને લઈને જે રીતે જૈન સમાજને ઉશ્કેરવામાં આવી રહેલ છે 
તે જાેતા આ પ્રશ્ને ભારે સંઘર્ષ થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે તેની સામે સંબંધીત તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે.