જૂનાગઢનાં ગ્રોફેડ વિસ્તારમાં લોખંડનાં ગેઈટ પરથી કુદવા જતાં સિંહનો પગ ફસાયો : સુરક્ષીત રેસ્કયુ કરાયું

જૂનાગઢનાં ગ્રોફેડ વિસ્તારમાં લોખંડનાં ગેઈટ પરથી કુદવા જતાં સિંહનો પગ ફસાયો : સુરક્ષીત રેસ્કયુ કરાયું

જૂનાગઢ તા. ૧
જૂનાગઢ શહેરનાં ગ્રોફેડ વિસ્તારમાં આજે વહેલી સવારે બનેલા એક બનાવમાં એક થી બે વર્ષનો નર સિંહ લોખંડનાં ગેઈટ પરથી કુદવા જતાં તેનો પગ ફસાયો હતો. આ બનાવની જાણ થતાં જૂનાગઢ વન વિભાગ અને સકકરબાગ ઝુની રેસ્કયુ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને સિંહનું સુરક્ષીત રેસ્કયુ કરવામાં આવેલ છે. તેમજ સિંહને સારવાર માટે સકકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવેલ છે. હાલ સિંહની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે.