જૂનાગઢના વડાલ ગામે સેવાસેતુ કાર્યક્રમમાં ૯૪૬ અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો

કેરાળા ,સુખપુર, ઝાલણસર, ચોકી સહિતના ગ્રામજનોએ વિવિધ સરકારી સેવાઓનો લાભ મેળવ્યો

જૂનાગઢના વડાલ ગામે સેવાસેતુ કાર્યક્રમમાં ૯૪૬ અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો

જૂનાગઢ, તા.૯
રાજ્યના વહીવટમાં પારદશિર્તા વધે તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે આજે જૂનાગઢ તાલુકાના વડાલ ગામે સફળતાપૂર્વક સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થળ પર જ ૯૪૬ અરજીઓનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો. "સેવાસેતુ ૨.૦ (ગ્રામ્ય)" અંદર્ગત આયોજિત કાર્યક્રમમાં વડાલ ગામની સાથે આસપાસના કેરાળા, સુખપુર, ઝાલણસ,ર માખીયાળા, ચોકી, કાથરોટા, બલિયાવાડ,ચોકલી, બામણગામ સહિતના ગ્રામજનોએ વિવિધ સરકારી સેવાઓના લાભ મેળવ્યો હતો. 
આ સેવાસેતુ કાર્યક્રમમાં લોકોને આધાર નોંધણી (૧૮ વર્ષથી ઓછી વયજૂથના રહીશો માટે), આધાર કાર્ડમાં સુધારા  કરવા, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, રાશન કાર્ડમાં નામ કમી કરવું, રાશન કાર્ડમાં સુધારો કરવો (નામ, અટકમાં સુધારો તથા કલેરીકલ ભૂલ માટે), રેશનકાર્ડ ધારકોની ી-દ્ભરૂઝ્ર કરવા અંગેની સેવા, કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના, ફ્રી શીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમ્યાન, દિવ્યાંગતા પ્રમાણપત્ર, નમોશ્રી યોજના,  હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબીટીઝ અને બી.પી.ની ચકાસણી), જન્મ-મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, ઘરેલું નવા વીજ જોડાણ (અરજી), મેડીસીન સારવાર, પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિમાં લાભાર્થીનું ઈ-કેવાયસી, નવી અરજી માટે પીએમ કિસાન પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન, આધાર કાર્ડનું બેન્ક એકાઉન્ટ સાથે જોડાણ, મોબાઈલ નંબર સાથે બેન્ક એકાઉન્ટનું જોડાણ, નવું બેન્ક એકાઉન્ટ ખોલાવવું, જનધન યોજના અન્વયે બેન્ક એકાઉન્ટ ખોલાવવું, નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર,  બસ કન્સેશન પાસ-દિવ્યાંગ માટે,  કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના, ફ્રી શીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમ્યાન, ઓનલાઈન અરજી ડો.આંબેડકર આવાસ યોજના સહિતની યોજનાઓનો  લાભ નાગરિકોએ લીધો હતો.