જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાંથી વિશાળ મગર બહાર નીકળ્યો
જૂનાગઢ તા.2
જૂનાગઢ શહેરમાં ગઈકાલથી મેઘસવારી આવી પહોંચતા અનેક વિસ્તારોમાં રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. દરમ્યાન આજે જૂનાગઢ શહેરના વિલીંગ્ડન ડેમમાંથી એક વિશાળકાય મગર પાણીમાંથી બહાર નીકળી ગયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે અને વન વિભાગ દ્વારા મગરને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


