જૂનાગઢ પોલીસ દ્વારા નવતર પ્રયોગ રિક્ષામાં કોડ સ્કેન કરતા જ ડ્રાઈવર ની ઓળખ મળી જશે

મહાશિવરાત્રીના મેળામાં આ વખતે રિક્ષામાં મુસાફરી કરતા લોકોની સલામતી માટે જૂનાગઢ શહેર પોલીસે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં તમામ રીક્ષા ચાલકો અને માલિકોના દેતા એકત્રિત કરીને તેને એક યુનિક નંબર અને ક્યુઆર કોડ આપવામાં આવ્યો છે. આ કોડનું સ્ટીકર દરેક રિક્ષામાં ફરજીયાત ચોંટાડેલું હશે. મુસાફર રિક્ષામાં બેસી આ કોડ સ્કેન  કરશે એટલે તરતજ ડ્રાઈવરનું નામ મોબાઈલ નંબર સહિતની માહિતી મુસાફરને મળી જશે. જો મુસાફરને કોઈપણ અસલામતી અનુભવાય તો તે એજ સમયે પોલીસ કંટ્રોલ અને પોતાના સ્વજનોને મેસેજ અથવા ફોન દ્વારા પોતે ક્યાં નંબરની રિક્ષામાં છે, તેના માલિકનું નામ અને મોબાઈલ નંબર સહિતની વિગતો શેર કરી શકશે તેમજ તેનો સીધો વોટ્સએપ મેસેજ પણ કરી શકશે.