દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં ગેરકાયેસર માછીમારી પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ

દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં ગેરકાયેસર માછીમારી પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.28
દ્વારકામાં દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય દ્વારકાધીશ ગોમતી નદીમાં પણ સ્નાનનું વિશેષ ધામિર્ક મહત્વય હોય દર વર્ષે બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ પવિત્ર ગોમતી સ્નાન કરવા આવતા હોય છે. આ પવિત્ર નદીમાં અવાર-નવાર અસામાજિક તત્ત્વો દ્વારા ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં આવતી હોવાના લીધે દ્વારકા દર્શને આવતા શ્રધ્ધાળુઓની ધાર્મિકલાગણી દુભાતી હોય તેમજ સ્નાન કરતી મહિલાઓ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવવાની શકયતાના કારણે ગોમતી નદીમાં થતી ગેરકાયદેસર માછીમારી પર પ્રતિબંધ મૂકવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકા દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાના કાયદાની કલમ-163 હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.
ગોમતી નદી પર સંગમનારાયણ મંદિરથી જૂના ગોમતી ઘાટ તથા નવા ગોમતી ઘાટ, કિર્તીસ્તંભથી દ્વારકાધીશ મંદિર ર્પાકિંગ સુધી તેમજ ગોમતી નદીના સામા કિનારે લક્ષ્મીનારાયણ પંચનદ તીર્થ (પંચકુઈ) મંદિરના નજીકના કિનારાથી 100 મીટરની ત્રિજયાથી લઈ ગોમતી નદીનો પ્રવાહ સમુદ્રમાં મળે ત્યાં સુધી ગોમતી નદીના બંને કિનારે તમામ પ્રકારની બોટ/હોડી તથા પગડિયા માછીમારો દ્વારા માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ જાહેરનામું તા.21-09-2026 સુધી અમલમાં રહેશે જેનું ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 અન્વયે કાનુની કાર્યવાહી પાત્ર થશે.