દ્વારકામાં ગાંજાનો વેપલો કરતો ભંગાર વિણનાર શખ્સ ઝબ્બે, ૬૩૬ ગ્રામ કબ્જે

દ્વારકામાં ગાંજાનો વેપલો કરતો ભંગાર વિણનાર શખ્સ ઝબ્બે, ૬૩૬ ગ્રામ કબ્જે

(પ્રતિનિધિ દ્વારા)
દેવભૂમિ દ્વારકા તા. ર૦
યાત્રાધામ દ્વારકાના નરસંગ ટેકરી  વિસ્તારમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડો પાડી માદક પદાર્થ ગાંજાનુ ગાંજાનુ છૂટક વેચાણ ગ્રામ ગાંજાે કબજે કરી પકડાયેલા કરતા ભંગાર વિણતા શખ્સને દબોચી લીધો હતો અને આરોપી વિરૂધ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક  પોલીસ પુછપરછમાં પકડાયેલા શખ્સે ભંગાર વિણતી વેળાએ મળ્યો હોવાની કેફિયત આપી હોવાનુ ખુલ્યું છે.પોલીસે પુછપરછ હાથ ધરી તપાસનો દૌર આગળ ધપાવ્યો છે 
પોલીસસૂત્રોમાંથી મળતી  વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપના ઇન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.એમ. જાડેજાના નેતૃત્વમાં પોલીસ ટુકડી દ્વારકા પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન સ્ટાફના એએસઆઈ અશોકભાઈ હરદાસભાઈ સવાણી ,જીવાભાઈ તથા પ્રકાશભાઈ દવે સહિતની ટીમને નરસંગ ટેકરી વિસ્તારમાં અશોકભાઈ એક રહેણાંક મકાનમાં ગાંજાનુ વેચાણ થતુ હોવાની બાતમાં મળી હતી જે બાતમીના આધારે પોલીસ ટુકડીએ ગોવિંદ મનજીભાઈ મકવાણાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન પોલીસને અંદરથી માદક પદાર્થ ગાંજાનો ૬૩૬ ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે માદક પદાર્થનો જથ્થો કબજે કરી ભંગાર વિણવાનો ધંધો કરતા ગોવિંદ મકવાણા સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલો આરોપી મુળ ભાવનગરના અવાણીયા ગામનો વતની હોવાનું તેમજ ભંગાર વિણવાનો વ્યવસાય કરતો હોવાનુ પોલીસ પુછપરછમાં કબુલ્યુ હતુ. પકડાયેલા શખ્સે પ્રાથમિક પુછપરછમાં તેને ભંગાર વિણતી વેળાએ આ જથ્થો મળ્યો હોવાનુ જણાવી ખર્ચો ઉપાડવા વેચાણ કરતો હોવાની કેફિયત આપી હોવાનુ જાણવા મળ્યુ છે.