દેશમાં બેરોજગારી દર ૬ મહિનાનાં ઉચ્ચ સ્તરે પહોંચ્યો
(એજન્સી)નવી દિલ્હી તા.૪: ગ્રામીણ વિસ્તારોમાં રોજગારમાં ઘટાડાને કારણે દેશમાં બેરોજગારીનો દર ઓક્ટોબર ૨૦૨૫ માં ૭.૫% ની ૬ મહિનાની ટોચે પહોંચી ગયો છે. આ તાજેતરના મહિનાઓમાં જાેવા મળેલા બેરોજગારી દર કરતા નોંધપાત્ર રીતે વધારે છે. અગાઉ, બેરોજગારીનો દર એપ્રિલ ૨૦૨૫ માં તેના સૌથી ઉચ્ચ સ્તરે હતો, ૭.૭%. તે સપ્ટેમ્બરમાં ૬.૪% અને ઓગસ્ટમાં ૬.૩% હતો. વધતા બેરોજગારી દર છતાં, કૃષિ ક્ષેત્રમાં ૧૧ મિલિયન લોકોને રોજગાર મળ્યો.
સેન્ટર ફોર મોનિટરિગ ઇન્ડિયન ઇકોનોમીના અહેવાલ મુજબ, ઓક્ટોબરમાં ખરીફ પાકની લણણી તેની ટોચ પર પહોંચી, અને રવિ પાકની વાવણી પણ શરૂ થઈ. આનાથી કૃષિ રોજગાર સપ્ટેમ્બરમાં ૧૨૫ મિલિયનથી વધીને ૧૩૬ મિલિયન થઈ ગયો. રસપ્રદ વાત એ છે કે, કૃષિ રોજગારમાં તીવ્ર વધારો થવા છતાં, ગ્રામીણ ભારતમાં બેરોજગારીનો દર ૭.૬ ટકા સુધી વધ્યો. જાેકે, શહેરી બેરોજગારી ઘટીને ૭.૪ ટકા થઈ ગઈ.


