નિકાસકારોને મોટી રાહત : ટ્રમ્પ ટેરિફના 1 અબજ ડોલર પરત મળ્યા
(એજન્સી) વોશિંગ્ટન, તા.14
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં દ્વારા લાદવામાં આવેલાં વિવાદાસ્પદ ‘ઇમરજન્સી ટેરિફ‘ (વધારાની આયાત જકાત) ને અમેરિકી સુપ્રીમ કોર્ટે ગેરકાનૂની જાહેર કર્યા બાદ, હવે ભારતીય નિકાસકારોને મોટી રાહત મળી છે.
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) વિભાગે જકાતના નાણાં પરત (રિફંડ) કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પ્રક્રિયા હેઠળ ટેક્સટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી અને સી-ફૂડ જેવા વિવિધ ક્ષેત્રોનાં ભારતીય નિકાસકારોને અત્યાર સુધીમાં 1 બિલિયન ડોલર આશરે 8,400 કરોડ રૂપિયા જેટલી રકમ પરત મળી ચૂકી છે.
આ સમગ્ર વિવાદમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે 20 ફેબ્રુઆરી 2026ના રોજ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. અદાલતે ઠરાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલો ટેરિફ વૈશ્વિક આયાત જકાત કાયદાની વિરુદ્ધ હતો.


