નાણામંત્રી નિર્મલા સીતારમણની કબુલાત : ઈંધણના ભાવ વધતા મોંઘવારીના આફટરશોક તિવ્ર હશે

નાણામંત્રી નિર્મલા સીતારમણની કબુલાત : ઈંધણના ભાવ વધતા મોંઘવારીના આફટરશોક તિવ્ર હશે

(એજન્સી)   નવી દિલ્હી તા.26:
દેશના લોકોને હવે દર સપ્તાહે અને કયારેક તેનાથી પણ વહેલા ફયુઅલ શોક લાગી રહ્યા છે અને તેનો અંત કયારે આવશે તે પણ પ્રશ્ન છે કારણ કે ફયુઅલ શોક કરતા જે આફટર શોક લાગશે તે વધુ તિવ્ર અને વધુ પરેશાન કરનારા હશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ક્રુડ ઓઈલ, ખાતર અને વિદેશી હુંડીયામણ એ સરકારની સૌથી મોટી ચિંતા છે. પેટ્રોલ-ડિઝલના વધેલા ભાવ મોંઘવારીને વેગ આપે છે તે સાવ સાદુ ગણીત છે. તેલ માર્કેટીંગ કંપનીઓ હજું રોજ રૂા.600 કરોડનું નુકશાન કરે છે તેમ ગઈકાલે ભાવ વધારાના બચાવમાં કહેવાયુ અને ઈરાન યુદ્ધથી અગાઉ જ ભાવ સપાટી ઉંચી જઈ રહી છે તેમાં હવે વધારો થશે. મોંઘવારી બાબતે સરકારે હવે પોતાના હાથ ઉંચા કરી લીધા છે.