પહલગામ હુમલા બાદ બંધ કરવામાં આવેલા પર્યટન સ્થળો ફરી ખુલશે.

પહલગામ હુમલા બાદ બંધ કરવામાં આવેલા પર્યટન  સ્થળો ફરી ખુલશે.
HOLIDIFY

જમ્મુ કશ્મીરમાં પહલગામ હુમલા બાદ સુરક્ષાના કારણોસર કેટલાક પર્યટન સ્થળો બંધ કરી દેવામાં આવ્યા  હતા જેને આગામી 29 સપ્ટેમ્બરના રોજ ફરીથી તબક્કાવાર ખોલવામાં આવશે. કશ્મીરમાં ફરીથી ખુલનારા અરુ ખીણ, રાફ્ટિંગ પોઈન્ટ યન્નાર, અક્કડ પાર્ક, પદશાહી પાર્ક અને કમાન્ડ પોસ્ટ, ડગન ટોપ, રામબન, કઠુઆનો ધગ્ગર વિસ્તાર, રિયાસીમાં શિવ ગુફાઓનો સમાવેશ થાય છે. જિલ્લા વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓ સાથે વ્યાપક સમીક્ષાઓ બાદ આ નિર્ણય લેવાયો છે.