ફિલ્મ અને મીડિયા ક્ષેત્રે જૂનાગઢનાં યુવાને નામ રોશન કર્યું
જૂનાગઢ, તા.૪
જૂનાગઢનાં વાણંદ સમાજનાં મધ્યમ પરિવારનાં રાજન ચૌહાણે પરિવારની જવાબદારી અને અનેક પડકારો વચ્ચે પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. જેમાં તેને તેની માત્ર ૨૩વર્ષની આયુમાં Mukt W7orld LLPની સ્થાપનાં કરી છે.જેમાં તેને ફિલ્મ મીડિયા ક્ષેત્રે એક આગવી ઓળખ ઉભી કરી છે. જાેકે આજનાં આ ટેક્નોલોજીમાં ફિલ્મ મેકિંગ અને ક્રિએટીવ ક્ષેત્ર માં કારકિર્દી બનાવવી સરળ નથી. આ કારકિર્દીમાં તેને પારુલ યુનિવર્સીટીમાં B.S.c in Film & Television Production (ફિલ્મ ડાયરેકશન )નો કોર્ષ કરેલ હતો.
હાલ અમદાવાદ ખાતે રહી રાજન ચૌહાણ આ ક્ષેત્રે મહેનત કરી વર્કશોપ, સ્ટુડન્ટ ફિલ્મો, વિવિધ ફિલ્મ ઈવેન્ટ માં ભાગ લીધો છે. જેમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, IFFI ગોવા, Kiff ઉત્તરાખંડ. અને ચંદીગઢ ખાતે Ciffમાં ભાગ લઈને જૂનાગઢનું નામ રોશન કરેલ છે તેમજ શોર્ટ ફિલ્મો, ડોક્યુમેન્ટરી, જાહેરાત, તેમજ મ્યુજિક વિડિઓમાં પણ કામ કરેલ છે. અને ગુજરાતનાં મલ્હાર ઠાકરની જાહેરાત તેમજ નામાંકિત ગાયકો કિંજલ દવે નાં મ્યુજિક વિડિઓમાં ઇન્ટર્ન તરીકે કામ કરેલ હતું. તેમજ ગુજરાતી ફિલ્મો અને શોર્ટ ફિલ્મોમાં જુનિયર આર્ટિસ્ટ તરીકે અનુભવ મેળવ્યો છે જેમાં ડોક્યુમેન્ટરી ગરબા અને સ્વતંત્ર શોર્ટ ફિલ્મ "પરાણે"ની નોંધ લેવાય હતી. આ ફિલ્મને યુ.કે.ના લિફ્ટ ઓફ ગ્લોબલ નેટવર્ક -ફર્સ્ટ ટાઈમ ફિલમેંકર સેશનમાં ઓફિસિયલ સિલેકશન મળ્યું હતું. આ ક્ષેત્રે તેને અનેક નામી-અનામી ફિલ્મ સ્ટાર, આર્ટિસ્ટ વગેરે સાથે મુલાકાત કરી માર્ગદર્શન મેળવેલ છે. તેની કારકિર્દીની ઝલક જાેવાં માંગતાએ ગૂગલ પર રાજન ચૌહાણ ફિલ્મ ડિરેક્ટર સર્ચ કરીને રાજન ચૌહાણની વિશે લેખ Dailyhunt, samacharpath. In અને Dogratimes. Com ઉપર જાેવા મળશે.




