બોફોર્સ પ્રકરણને સુપ્રિમ કોર્ટે કાયમ માટે બંધ કરી દીધું
ભારતના રાજકીય તખ્તા પર બે દાયકા સુધી ભારે ઉથલપાથલ મચાવનાર
(એજન્સી) નવી દિલ્હી તા.૭
સુપ્રીમ કોર્ટે દાયકાઓ જૂના બહુર્ચચિત બોફોર્સ કેસમાં હિન્દુજા બ્રધર્સ અને સ્વીડિશ કંપની છમ્ બોફોર્સ સામેની ફોજદારી કાર્યવાહી ફરી શરૂ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે એડવોકેટ અજય અગ્રવાલ દ્વારા કરવામાં આવેલી અપીલ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. સુનાવણી દરમિયાન, દિવંગત શ્રીચંદ અને ગોપીચંદ હિન્દુજાના નામ અરજીમાંથી હટાવવા માટે અરજદારે માંગેલો ચાર અઠવાડિયાનો વધારાનો સમય આપવાની પણ સુપ્રિમ કોર્ટેના પાડી દીધી જસ્ટિસ પારડીવાલાએ ટિપ્પણી કરી હતી કે જ્યારે દિલ્હી હાઈકોર્ટે ૨૦૦૫માં જ આ કેસ રદ કરી દીધો હોય અને સીબીઆઈની પડકારતી અરજી અગાઉ નિષ્ફળ ગઈ હોય, ત્યારે હવે આ કેસમાં સુનાવણી માટે કંઈ બચતું નથી.
ઉલ્લેખનીય છે કે, ૩૧ મે ૨૦૦૫ના રોજ દિલ્હી હાઈકોર્ટે શ્રીચંદ, ગોપીચંદ અને પ્રકાશ હિન્દુજા તેમજ છમ્ બોફોર્સને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતાં. હાઈકોર્ટે પોતાનાં ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે સીબીઆઈ દ્વારા સ્વીડિશ ઓથોરિટી પાસેથી મેળવવામાં આવેલા દસ્તાવેજાે ન તો મૂળ હતા કે ન તો પ્રમાણિત હતા.
સુપ્રીમ કોર્ટે આ કેસમાં હિન્દુજા બંધુઓને મળેલી રાહતને પડકારતી અરજીને ફગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા હિન્દુજા બંધુઓને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. લગભગ ચાર દાયકા સુધી ભારતીય રાજકારણ અને ન્યાયિક પ્રક્રિયાના કેન્દ્રમાં રહેલા બહુર્ચચિત બોફોર્સ કૌભાંડનું કાનૂની પ્રકરણ આખરે સમાપ્ત થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના ૨૦૦૫ના ર્નિણયને પડકારતી અરજી ફગાવી દીધી હતી, જેમાં હિન્દુજા બંધુઓ સામે ફોજદારી કાર્યવાહી રદ કરીને તેમને રાહત આપવામાં આવી હતી. આનાથી બોફોર્સ કેસમાં છેલ્લી બાકી રહેલી અપીલનો પણ અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આટલા જૂના કેસમાં વધુ સુનાવણી માટે કોઈ વાજબીપણું નથી.


