ભારત-અમેરીકાના સારા મિત્રો બનવા તૈયાર : વેપાર કરાર અંગે સતત મંત્રણાઓ

ભારત-અમેરીકાના સારા મિત્રો બનવા તૈયાર : વેપાર કરાર અંગે સતત મંત્રણાઓ

(એજન્સી)      નવી દિલ્હી ત.૧૦:
ટેરીફ મુદે ભારત અને અમેરિકા વચ્ચે વધતા જતા તનાવમાં અનેક અમેરિકી ટોચના ડિપ્લોમેટના વિધાનોથી બન્ને દેશો પોઈન્ટ ઓફ નો રિટર્નની સ્થિતિએ જઈ રહ્યા છે તેવા સંકેત મળવાના શરૂ થયા હતા. તે સમયે જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે જે ટેરીફ મુદે વ્યાપાર-વિધ્ન સર્જાયા છે તે દુર કરવા તેઓ ઉત્સુક છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ મુદે વાતચીત કરવાની પણ ઈચ્છા દર્શાવી હતી. તેનો પ્રતિભાવ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વળતો પ્રતિભાવ આપતા ભારત-અમેરિકાને મિત્ર તથા સ્વાભાવિક ભાગીદાર ગણાવ્યા હતા. મોદીએ ટ્રમ્પના વિધાનો પર સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરતા કહ્યું કે બન્ને દેશો વચ્ચે વ્યાપાર-વાટાઘાટ એ ભારત-અમેરિકા ભાગીદારીની જે વિશાળ તકો છે તેને પણ ઝડપવામાં મદદ કરશે.