માણાવદરમાં નદી, નાળાં, વોકળા સફાઈ અભાવે ગટર પૂર હોનારતનો ભય
(પ્રતિનિધિ દ્વારા)
માણાવદર તા.11
માણાવદરમાં ચોમાસા પેહલા નદી, નાળા, વોકળા, ભૂગર્ભ ગટર સહિત સફાઈ કામગીરી એટલે કે પ્રિ મોન્સુન કામગીરી થયી જવી જોઈએ પણ પાલિકાની ઘોર બેદરકારીના કારણે આજે પણ બસ સ્ટેન્ડથી ભાલેચડાં ગાળી સીધીની ગટર કાદવ કીચડથી ખદબદે છે. અનેક મહાદેવીયા મંદિર પાસે પણ ગંદકી હોય ભક્તજનો પરેશાન થઈ જાય છે. તો દર વર્ષે જીઈબીથી ગોકુલનગર સોસાયટી સુધીમાં આવતા અને સોસાયટી રહેવાસી નાગરિકો ચોમાસાના વરસાદી પાણી અને પૂર પાણી ભરાય જાય છે તે અંગે મામલતદાર કચેરીને જાણ કરી છે. આ પાણી નિકાલ માટે વ્યવસ્થા કરવામાં માંગ ઉઠી છે. શહેરમાં ભૂગર્ભ ગટર યોજનામાં ચોમાસામાં પાણી ગટરમાં નિકાલ થાય તેમ નથી કારણ સમગ્ર શહેરમાં ઠેર ઠેર જામ થઈ ગયેલ છે. ઉપરાંત ભૂગર્ભ ગટર યોજનામાં ચોમાસામાં પાણી નિકાલ થઈ જાય તેવી વ્યવસ્થા નથી જેથી રોડ ઉપર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે. ગટરના ઢાંકણમાં પાણી નિકાલ થાય તેવા હોવા જોઈએ તેના બદલે ઢાંકણા ખુલા કરવા પડે છે જે મોતને દાવત દેવા સમાન બની જાય છે. પ્રજાજનોના જાનમાલને નુકસાન થાય નહીં તે માટે પ્રિ મોન્સુન કામગીરી નહીં થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.


