મનપાનાં ટ્રેકટરમાંથી કચરો રસ્તા પર વેરાયો : એમ.જી. રોડ પર ગંદકીનું સામ્રાજય

મનપાનાં ટ્રેકટરમાંથી કચરો રસ્તા પર વેરાયો : એમ.જી. રોડ પર ગંદકીનું સામ્રાજય

જૂનાગઢ તા.7
જૂનાગઢ શહેરમાં બનેલી એક ઘટનામાં આજે ટ્રાફીકથી સતત ધમધમતા એવા એમ.જી. રોડ પર મનપાનાં કચરો લઈને જતાં ટ્રેકટરમાંથી મોટી માત્રામાં કચરો રસ્તા પર વેરાયો હતો અને અવ્યવસ્થા સર્જાઈ હતી. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ શહેરમાંથી કચરો એકત્રીત કરવા માટે મનપાની કચરા કલેકશન માટેની ગાડીઓ સતત વિવિધ વિસ્તારમાં જતી હોય છે અને ત્યાંથી રહેવાસીઓ પાસેથી કચરો એકત્રીત કરવામાં આવતો હોય છે. શહેરમાં સ્વચ્છતાની કામગીરી ખૂબજ સારી રીતે કરવામાં આવતી હોવાના દાવાઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહયા છે પરંતુ તંત્રનાં દાવાની પોલ ખુલી ગઈ હતી. આજે બપોરે 12.00 વાગ્યાનાં અરસામાં એમ.જી. રોડ પર કચરાથી ભરેલા મનપાનાં ટ્રેકટરમાંથી અચાનક મોટી માત્રામાં કચરો રોડ ઉપર વેરાઈ ગયો હતો અને આ સાથે જ સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુગર્ધ ફેલાય ગઈ હતી.
ચોમાસાની સીઝનમાં આવી ગંદકીનાં કારણે રોગચાળો ફેલાવાની ભીતિ લોકોમાં જાેવા મળી હતી. આ ઘટના દરમ્યાન જ કમિશ્નરની સરકારી ગાડી પણ આજ માર્ગ ઉપરથી પસાર થઈ હતી. દરમ્યાન રસ્તા ઉપર કચરો વેરાવાની જાણ થતાં કોર્પોરેટર પરાગભાઈએ કોર્પોરેશનનાં અધિકારીઓનો સંપર્ક કરી સફાઈ માટેની કામગીરી તત્કાલ હાથ ધરી હતી.