મહાશિવરાત્રિ મેળા નિમિત્તે ગિરનાર રોપ-વેમા ખાસ ડિસ્કાઉન્ટ ઓફર
મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો માટે ગિરનાર રોપ-વેની વિશેષ ઓફર: ટિકિટ રૂ. ૬૩૦ના દરે ઉપલબ્ધ થશે
જૂનાગઢ, તા.૯
જૂનાગઢ ખાતે યોજાનાર મહાશિવરાત્રિ મેળાને નિમિત્તે ગિરનાર રોપ-વે દ્વારા ભાવિક- ભક્તો માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર જાહેર કરવામાં આવી છે.
રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ આ ઓફર અમલમાં મૂકવામાં આવી છે. આ ઓફર અંતર્ગત ભક્તોને ગિરનાર રોપ-વેની ટિકિટ રૂપિયા ૬૩૦ (GST સહિત)ના વિશેષ દરે ઉપલબ્ધ રહેશે. આ યોજના તા.૧૧ થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન માન્ય રહેશે.
દરરોજ સવારે ૦૭:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી આ ઓફરનો લાભ લઈ શકાશે.
નોંધનીય છે કે સાંજે ૦૪:૦૦ વાગ્યા બાદ ફક્ત એક તરફી ટિકિટ જ ઉપલબ્ધ રહેશે. શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વધુમાં વધુ ભક્તો ગિરનાર રોપ-વે દ્વારા સુગમ, સુરક્ષિત અને આધ્યાત્મિક યાત્રાનો આનંદ માણી શકે તે હેતુથી આ વિશેષ ઓફર રજૂ કરવામાં આવી હોવાનું ગિરનાર રોપ વે મેનેજમેન્ટની એક અખબારી યાદીમાં જણાાવવામાં આવ્યુ છે.


