શ્રાવણ માસ અંતર્ગત શ્રીકષ્ટભંજનદેવને શિવસ્વરૂપ શણગાર કરાયો

શ્રાવણ માસ અંતર્ગત શ્રીકષ્ટભંજનદેવને શિવસ્વરૂપ શણગાર કરાયો

સાળંગપુર તા.૭
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના  તા.૦૭-૦૯-૨૦૨૬ને  સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને  શિવસ્વરૂપ શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને મુકુટ સાથે આછા ભૂરા રંગના વસ્ત્રો પર ભરતકામ,‘ૐ‘ એવં શંખ-ત્રિશૂળની પ્રતિકૃતિ સફેદ મોતીના વર્કવાળા વાઘા ધરવાયા હતા. ગર્ભગૃહને રંગબેરંગી ફૂલો ઓકિર્ડ વિવિધ સુગંધી પુષ્પો તથા જાતજાતની રંગીન વેલાઓથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. આજે સવારે ૫:૪૫ કલાકે શણગાર આરતી  પૂજારી સ્વામીદ્વારા કરવામાં આવી હતી.  આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો  અનુભવ કરેલ.શ્રાવણ માસ દરમિયાન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમ્યાન શિવપૂજન કરવામાં આવશે. સવારે ૭ થી સાંજે ૬ દરમ્યાન કરવામાં આવશે.