સાઉદી અરબે ક્રુડ ઓઈલના ભાવમાં છેલ્લા 26 વર્ષનો સૌથી મોટો ઘટાડો કર્યો : વિશ્વ બજારમાં હલચલ
(એજન્સી) નવી દિલ્હી,તા.07:
વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકારોમાંના એક સાઉદી અરેબિયાએ 26 વર્ષમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સૌથી મોટો ઘટાડો કરીને વૈશ્વિક ઉર્જા બજારને આર્યચકિત કરી દીધું છે. ઓગસ્ટ માટે આરબ લાઇટ ક્રૂડના ભાવમાં પ્રતિ બેરલ 11 ડોલરનો ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ, જુલાઈ માટે પણ ભાવમાં પ્રતિ બેરલ 6 ડોલરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ર્નિણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટના સામાન્યીકરણથી તેલ પુરવઠો વધ્યો છે અને બજાર સ્પર્ધા તીવ્ર બની છે. આ ર્નિણયથી ભારત જેવા દેશોને ફાયદો થઈ શકે છે, જેઓ તેમની મોટાભાગની ક્રૂડ ઓઇલની જરૂરિયાતોનો આયાત કરે છે.


