હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી ના નાદ સાથે જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરતું જુનાગઢનું ગિરનારી ગ્રુપ

ગિરનારી ગ્રુપની સેવા સરાહનીય છે-નિરવભાઈ પુરોહિત રેડ ક્રોસ સોસાયટી, જુનાગઢ

હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી ના નાદ સાથે જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરતું જુનાગઢનું ગિરનારી ગ્રુપ

જુનાગઢ તા.૭
જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, જૂનાગઢના આઝાદ ચોક, રેડ ક્રોસ ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપના પારણા ની સાથે એમના બાર અવતારની ઝાંખી, મહાકાલ ના દર્શન, શિવ ધનુષ, બરફીલા બાબા અમરનાથના દર્શન, ડમરું તથા ત્રિશુલ ના દર્શન, દુંદાળા ગણપતિ શ્રી ના દર્શન, શિવલિંગમાં ભગવાન ભોળાનાથ અને પાર્વતી માતાજી આશીર્વાદ આપતા હોય તેવી પ્રતિકૃતિના દર્શનુ આયોજન કરવામાં આવેલ હતું. જેનો જૂનાગઢની ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. જ્યારે આઠમના દિવસે હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત શોભા યાત્રામાં ગિરનારી ગ્રુપ દ્વારા શીશોભીત કરેલ ભગવાન ભોળાનાથની શેષનાગ સાથેની શિવલિંગ મુકવામાં આવેલ હતી. તેમજ ભક્ત કણો માટે શોભાયાત્રા દરમિયાન ટ્રેક્ટરમાં ઠંડા પીણાંની અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે વાસુદેવ ભગવાન કૃષ્ણ અવતારની ઝાંખી સ્વરૂપે પ્રત્યક્ષ આખી શોભાયાત્રામાં પગ દાંડી સાથે સહભાગી થયા હતા. એ જે શોભાયાત્રામાં પધારેલા દર્શનાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ હતા.
શોભાયાત્રા પૂર્ણ થયા બાદ રાત્રે ૧૨ વાગ્યે આઝાદ ચોક રેડક્રોસ ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીના ભાગે બાલાજી ઇવેન્ટ્સ (ડ્ઢત્ન) ના પાર્થભાઈ તન્ના અને દીક્ષિતભાઈ તન્નાના માધ્યમ દ્વારા મહા આરતી કરવામાં આવી હતી. જ્યારે ઉપસ્થિત ભક્ત ગણો એ દાંડીયારાસ રમીને રમઝટ બોલાવીને નંદોત્સવ મટકી ફોડનો પ્રસંગ ઊજવીને કૃષ્ણ જન્મોત્સવની ધામ ધુમ પુવૅક ઉજવણી કરી પ્રસાદી રૂપે ફરાળી રસ ચેવડાની મોજ માણી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગિરનારી ગ્રુપના સેવાભાવી સભ્યશ્રીઓ શ્રી જગદીશભાઈ દતાણી, દિનેશભાઈ રામાણી, સમીરભાઈ દવે, વિપુલભાઈ બુધ્ધદેવ કિર્તીભાઈ પોપટ, દેવાંગભાઈ પંડ્યા, લલીતભાઈ ગેરીયા, હરિભાઈ કારીયા, ભાવેશભાઈ સુતરીયા, પિયુષભાઈ કાછડીયા, બીપીનભાઈ ઠકરાર, સમીરભાઈ ઉનડકટ, હેમંતભાઈ નંદવાણી, મનીષ રાજા, વિશાલ રાજા, સુધીર રાજા, ભાવિન મારુ, દિલીપભાઈ દેવાણી, ભરતભાઈ ભાટીયા, ચંદુભાઈ રાઈઠઠ્ઠા, સંદીપભાઈ ઘોરડા, કશ્યપભાઈ દવે, અક્ષિતભાઈ કુબાવત, રાહુલભાઈ ભટ્ટ,  ઋત્વિકભાઈ ગજ્જર, યજ્ઞદત્તભાઈ અઢીયા, મનીષભાઈ રાવલ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી તેમ યાદીના અંતે જણાવેલ હતું.