2050 સુધીમાં ભારતની વસતી 166 કરોડને પાર થશે

2050 સુધીમાં ભારતની વસતી 166 કરોડને પાર થશે

(એજન્સી)   નવી દિલ્હી, તા.22
ભારતમાં આ સમયે વસ્તીગણતરી ચાલી રહી છે અને માનવામાં આવે છે કે આ વસ્તી ગણતરી  પુરી થતાની સાથેજ દેશની વસ્તીના આંકડાઓમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. માત્ર ભારતની જ નહીં પરંતુ વર્ષ 2050 સુધીમાં દુનિયાની ધામિર્ક આબાદીમાં પણ સૌથી મોટો ફેરફાર જોવા મળી શકે છે. અમેરિકન થિક ટેંક પ્યૂ રિસર્ચના એક રિપોર્ટ અનુસાર આગામી દાયકાઓમાં મુસ્લિમ આબાદીમાં પણ સૌથી મોટો ફેરફાર જોવા મળી શકે છે. તેવીજ રીતે હિદુઓની વસ્તીમાં પણ વધારો જોવા મળી શકે છે. રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે ભારત વર્ષ 2050 સુધી હિદુ બહુસંખ્યક દેશ બનેલો રહેશે, પરંતુ તેની સાથેજ દુનિયામાં સૌથી વધુ મુસ્લિમ આબાદી પણ ભારતમાં જ રહેશે.