જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ‘ની ઉજવણી

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ‘ની ઉજવણી

જૂનાગઢ, તા.૩
અખંડ ભારતના અજાેડ શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મ જયંતિ નિમિત્તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી અંતર્ગત સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે  કુલપતિ ડો. વી. પી. ચોવટીયા , સંશોધન નિયામક ડો. એ. જી. પાનસુરીયા , વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન. બી. જાદવ, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓના નિયામક ડો. આર. એમ. સોલંકી, સહ-સંશોધન નિયામક ડો. વી. ડી. તારપરા, સહ-વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એચ. સી. છોડવડીયા તેમજ અલગ-અલગ વિદ્યાશાખાના ડીનો અને અધિકારીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઉપસ્થિત તમામ અધિકારીઓ તથા કર્મચારીશ્રીઓ દ્વારા દેશની અખંડિતતા અને એકતા જાળવી રાખવાના સંકલ્પ સાથે “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સરદાર સ્મૃતિ કેન્દ્રના મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી (મા) ડો. કે. એસ. રીબડીયા તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.