દ્વારકાના સુવર્ણ તીર્થ ખાતેના જગન્નાથ મંદિરે આવતીકાલે હાંડી ઉત્સવ ઉજવાશે

દ્વારકાના સુવર્ણ તીર્થ ખાતેના જગન્નાથ મંદિરે આવતીકાલે હાંડી ઉત્સવ ઉજવાશે

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧પ
દ્વારકા નજીક સુવર્ણ તીર્થ ખાતે આવેલા અને ભગવાન શ્રીકૃષ્ણના જગન્નાથ સ્વરૂપના પ્રાકટ્ય સ્થાન ગણાતા જગન્નાથજી મંદિરે દર વર્ષે અષાઢી બીજના રોજ હાંડી ઉત્સવ મનાવવામાં આવે છે. દ્વારકાના સુવર્ણતીર્થ ખાતે ગુરૂવાર તા. ૧૬ ના રોજ હાંડી ઉત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવશે. મંદિરના મહંત બજરંગદાસ બાપુના જણાવ્યા અનુસાર ગુરૂવારે સવારે ૬:૩૦ વાગ્યે મંગલા દર્શન થશે. દિવસ દરમ્યાન ઓખા મંડળ અને હાલાર તીર્થમાંથી આવતા મહિલા દર્શનાર્થીઓ દ્વારા સવારથી સાંજ સુધી ભજન-કીર્તન અને હાંડી ઉત્સવની ઉજવણી કરાશે. આ ઉત્સવમાં દ્વારકા તીર્થક્ષેત્રની આસપાસના સંસ્કૃત વિદ્યાલયોના ઋષિકુમારો પણ જોડાશે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન-અર્ચન કરશે. 
હાંડી ઉત્સવની વિશેષતા એ છે કે સાત હાંડીમાં નીચેની હાંડી પ્રજવલિત કરવામાં આવે છે જેની જયોત ઉપરની હાંડી સુધી પહોંચે છે. બપોરે પ્રસાદીરૂપ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.