દેશનાં ટોચના ફૂડ ઓપરેટરો એમેઝોન, સ્વીગી, ફલિપકાર્ટ, ઝેપ્ટો પર ફૂડ ઓથોરીટી ત્રાટકી
(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૪
ફૂડ ઓથોરિટી એફએસએસએઆઈએ જણાવ્યું હતું કે તેણે ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ, બિગબાસ્કેટ, ફ્લિપકાર્ટ ઇન્ડિયા અને ઝેપ્ટો સામે ગેરમાર્ગે દોરતા દાવા અને પ્રતિબંધિત પ્રોડક્ટ્સના વેચાણ સહિત વિવિધ નિયમોનું પાલન નહી કરવા બદલ દંડાત્મક કાર્યવાહી શરૂ કરી દીધી છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તે ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ત્રાટકી છે. તેમા એમેઝોન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ, બિગબાસ્કેટ, ફ્લિપકાર્ટ ઇન્ડિયા અને ઝેપ્ટો પર રેગ્યુલેટરી નોન-કોમ્પ્લાયન્સ બદલ સજા કરી છે.નોન-કોમ્પ્લાયન્સમાં મિસબ્રાન્ડિંગ, ગેરમાર્ગે દોરતા દાવાની સાથે પ્રતિબંદિત કે ઝેરી ખાદ્ય પદાર્થાેનું વેચાણ અને પ્રદર્શનનો સમાવેશ થાય છે, એમ તેમણે ઉમેર્યું હતું. ફૂડ ઓથોરિટીએ પાંચ અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન, ફ્લિપકાર્ટ ઇન્ડિયા, સ્વિગી ઇન્સ્ટામાર્ટ, ઝેપ્ટો અને બિબગાસ્કેટ સામે દંડાત્મક કાર્યવાહી શરુ કરી છે. ફૂડ પ્રોડક્ટ હેપિલો પ્રીમિયમ ડેટ બાઇટ્સ અને ઝેસ્ટી ઓરેન્જના સંદર્ભમાં ગેરમાર્ગે દોરતા દાવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને બિગ બાસ્કેટના કેસમાં જાેઈએ તો ફૂડ ઓથોરિટીએ મિલ્કી મિસ્ટ સહિતની કેટલીક ડેરી પ્રોડક્ટ્સ અંગેની બધી માહિતી પૂરી નહી પાડવા બદલ અને ગેરમાર્ગે દોરતા દાવા કરવા બદલ પગલાં લેવાનો પ્રારંભ કર્યાે છે. આ પ્રોડક્ટ્સમાં મિલ્કી ફ્રેશ લો ફેટ ક્રીમ, મિલ્કી મિસ્ત ફાર્મ ફ્રેશ કર્ડ અને મિલ્કી મિસ્ત ગ્રીક યોગર્ટનો સમાવેશ થાય છે.


