નયારા એનર્જી દ્વારા બાળકોને વાંચતા કરવા નવતર અભિગમ
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.22
આંતરરાષ્ટ્રીય કક્ષાની એકીકૃત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટીમાં એક નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં બાળકોમાં વાંચન પ્રત્યે પ્રેરણા સ્ફુરે અને રીડિંગ ફોર જોય માટે "જામનગર ઇઝ રીડિંગ"ની પહેલ શરુ કરી છે.
નયારા એનર્જીએ આ પહેલને જામનગર જિલ્લાની 369 શાળાઓ અને 685 આંગણવાડી કેન્દ્રોના આશરે 61,000 બાળકો સુધી પહોંચાડવા દેશની શ્રેષ્ઠ બિન લાભકારી સંસ્થાઓને કાર્ય સોંપ્યું છે. બાળકોને વાંચનમાં આનંદદાયક પળોનો અનુભવ થાય એ માટે સમૃદ્ધ ચિત્રો, સરળ શબ્દ ભંડોળ, કેળવણીદાયક સમજણવાળા પુસ્તકો માટે શાળાઓ અને આંગણવાડીમાં "એક ખૂણો પુસ્તકાલય માટે" વિશેષ રીતે નિમિર્ત કરાશે. આ નવતર પહેલનો પ્રારંભ જામનગર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને નયારા એનર્જીની વાડીનાર રિફાઇનરીના હેડ અમરકુમારની ઉપસ્થિતિમાં કરાયો હતો.


