અમદાવાદ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય પરિસંવાદ-૨૦૨૬માં દ્વારકાના કોરાડા વાડી વિસ્તારના શિક્ષણવિદ સુરેન્દ્ર સોલંકીને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત

અમદાવાદ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય પરિસંવાદ-૨૦૨૬માં દ્વારકાના કોરાડા વાડી વિસ્તારના શિક્ષણવિદ સુરેન્દ્ર સોલંકીને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૨૦
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં શિવાનંદ આશ્રમ ખાતે તાજેતરમાં રાષ્ટ્રીય પરિસંવાદ. ૨૦૨૬ યોજવામાં આવેલ. રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં અચલા એજયુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મફતલાલ પટેલ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ પરિસંવાદમાં ‘એ.આઈ. ટેકનોલોજી ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિષાપ‘ વિષય પર વિસ્તૃત વિચાર વિમર્ષ કરવામાં આવેલ. આ પરિસંવાદ દરમ્યાન શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવેલ જેમા દ્વારકા તાલુકાની કોરાડા વાડી વિસ્તારમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા સોલંકુ સુરેન્દ્રભાઈને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ. આ પહેલા પણ સુરેન્દ્રભાઈને એક થી વધુ વખત વિવિધ સંસ્થાઓ દ્વારા શિક્ષણ ક્ષેત્રે અલાયદા યોગદાન બદલ સન્માનિત કરાયા છે.