ઈસરોએ વધુ એક ઈતિહાસ રચ્યો : અત્યાર સુધીના સૌથી મોટા સંચાર ઉપગ્રહનું સફળતાપૂર્વક લોન્ચિંગ
(એજન્સી) નવી દિલ્હી,તા.૨૪:
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ ઇતિહાસ રચ્યો છે. વર્ષના તેના અંતિમ મિશનમાં, ઇસરોએ તેના સૌથી મોટા સંચાર ઉપગ્રહ, બ્લુબર્ડ બ્લોક-૨ ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું. આ સંપૂર્ણપણે વ્યાપારી પ્રક્ષેપણ હતું. આ મિશન દ્વારા અમેરિકન કંપની છજી્ સ્પેસ મોબાઇલના બ્લુબર્ડ બ્લોક-૨ સંચાર ઉપગ્રહને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂકવામાં આવ્યો છે. ઇસરોએ લોન્ચ માટે તેના ન્ફસ્૩ રોકેટનો ઉપયોગ કર્યો, જે આ લોન્ચ વાહનની છઠ્ઠી ઉડાન અને વ્યાપારી મિશન માટે ત્રીજી ઉડાન હતી. આ લોન્ચ વાહનને તેની ક્ષમતાઓ માટે પહેલાથી જ બાહુબલી નામ આપવામાં આવ્યું છે.


