ઉનાના કેસરિયા ગામે મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : બે આરોપીને પકડી ત્રાંબાના ટુકડા કબ્જે કર્યા

ઉનાના કેસરિયા ગામે મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : બે આરોપીને પકડી ત્રાંબાના ટુકડા કબ્જે કર્યા

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.૯ 
ઉના તાલુકાના કેસરિયા ગામ અગાઉ એક શંકર દાદાના મંદિરમાંથી ત્રાંબાના નાગદાદા અને અન્ય વસ્તુની ચોરી થયાની ઊના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. 
ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચનાથી જિલ્લા એલ.સી.બી.ના પી.આઇ. એસ.વી. રાજપૂતના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. સિંધવ, જેબલિયા, એ.એસ.આઇ. અરવિંદભાઈ જાની અને પોલીસ કોન્સ્ટેબલ સંદીપસિંહ ઝણકાટ ઉનામાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ગફાર ઉર્ફે કાળુ નૂરાભાઈ કાતિયાર રે. ગડુ તા.માંગરોળ અને ઊનામાં ભંગારની ફેરી કરતો હાજીભાઈ ઉર્ફે ઈસ્માઈલભાઈ હાસમભાઈ મન્સૂરી રે. ઉનાને અટક કરી તેમની પાસેથી મંદિરમાં શંકર દાદાના મંદિરમાં રાખવામાં આવતા ત્રાંબા જેવી ધાતુના નાગદાદા ટુકડા જેનું વજન પાંચ કિલો હોય રૂપિયા ૧૦૦૦૦ની કિંમતનો કબ્જે કરી મંદિરની ચોરીનો ભેદ ઉકેલી સફળતા મેળવી હતી. ઊના પોલીસને આરોપી મુદામાલ સાથે સોંપેલ હતો.