કોક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભીજીત દિપકેએ કહ્યું : “આજથી મારી ભુખ હડતાલ શરૂ : 20 જુલાઈની સંસદ કુચ પણ થઈને જ રહેશે”
(એજન્સી) નવી દિલ્હી તા.18:
દિલ્હીના જંતર-મંતર ખાતે આંદોલન કરી રહેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને 21માં દિવસે દિલ્હી પોલીસ દ્વારા બળપૂર્વક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું છે. આ પોલીસ એક્શનના ગણતરીના કલાકોમાં જ કૉકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના સ્થાપક અભિજીત દીપકેએ મીડિયા સમક્ષ સત્તાવાર જાહેરાત કરીને આજથી જ આમરણાંત ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. સોનમ વાંગચુકની ગેરહાજરી વચ્ચે પણ આંદોલન ચાલુ રાખવા માટે કૉકરોચ જનતા પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી 20 જુલાઈએ યોજાનારી ‘ચલો સંસદ‘ કૂચ પૂર્વનિર્ધારિત આયોજન અનુસાર જ આગળ વધશે.


