જૂનાગઢ કૃષિ યુનિવસિર્ટીનું ગૌરવ
જૂનાગઢ તા. ૧૦
પાર્થ હિતેશભાઈ નંદાણીયા, પીએચ.ડી.(કૃષિ વિસ્તરણ શિક્ષણ) કૃષિ વિસ્તરણ શિક્ષણ વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવસિર્ટી, જૂનાગઢ એ જુનિયર રિસર્ચ ફેલોશિપ(JRF) અને મદદનીશ પ્રોફેસ૨ લાયકાત સાથે બિન-ઔપચારિક શિક્ષણ (વિસ્તરણ શિક્ષણ)માં UGC NET ડિસેમ્બર-૨૦૨૫ સફળતાપૂર્વક પાસ કરી છે, જેમાં ઉત્કૃષ્ટ ૧૦૦.૦૦ પર્સેન્ટાઈલ અને ઓલ ઇન્ડિયા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. JRF માટે ક્વોલિફાય કરીને, તે તેના પીએચ. ડી. ને આગળ વધારવા માટે UGC તરફથી ફેલોશિપ સકોલરશીપ પ્રાપ્ત કરશે, જે તેની શૈક્ષણિક અને સંશોધન કારકિર્દીમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. વિદ્યાર્થીની અસાધારણ સિદ્ધિ જૂનાગઢ કૃષિ યુનિવસિર્ટીને રાષ્ટીય કક્ષાએ ઝળહળતું કર્યું, જે ખૂબ ગર્વની બાબત છે.
ડો. વી. પી. ચોવટીયા, કુલપતિ, જૂનાગઢ કૃષિ યુનિવસિર્ટી, જૂનાગઢએ વિદ્યાર્થીને યુજીસી નેટ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી તે બદલ હાદિર્ક અભિનંદન તથા હૃદયપૂર્વક શુભેચ્છાઓ આપી. વિદ્યાર્થીની આ સિદ્ધિ તેમના અવિરત પ્રયત્નો, દ્રઢ સંકલ્પ, શિસ્તબદ્ધ અભ્યાસ અને કૃષિ શિક્ષણ ક્ષેત્ર પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ પ્રતિબિંબ છે. તેમની આ મહેનત અને સમર્પણ યુનિવસિર્ટીના વિદ્યાર્થીઓ, સંશોધકો તથા સમગ્ર શૈક્ષણિક સમાજ માટે પ્રે૨ણારૂપ બનશે. ર્ભાવષ્યમાં પણ શૈક્ષણિક, સંશોધન અને સંસ્થગત વિકાસના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરો અને જૂનાગઢ કૃષિ યુનિવસિર્ટીને સતત ગૌરવ અપાવતા રહો એવી શુભકામનાઓ પાઠવી હતી.


